અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રામદેવ ડેકોર હાઉસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પ્લાયવુડના ગોડાઉન સુધી પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.આગની ઘટના સામે આવતાં જ ફાયર વિભાગની ટીમો સક્રિય થઈ છે. એકસાથે 5 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી છે. હાલ ગોડાઉનમાં લાગેલી આગને બુઝાવવા સતત પ્રયાસો ચાલુ છે. ગોતા વિસ્તારમાં આવેલા વુડન ફર્નિચરના ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
અમદાવાદના ગોતાના રામદેવ ડેકોર હાઉસમાં આગ
અમદાવાદના ગોતાના રામદેવ ડેકોર હાઉસમાં આગ
Reading time: 2 min
⏱️ 2 min read
🏷️ટૅગ્સ (Tags):#ગુજરાત
